IPL – KKR એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્યણ કર્યો છે

મુંબઈ ઇન્ડિયન્સ આ મેદાન પર પાંચ મેચ હાર્યુ છે અને આજે છઠ્ઠી મેચ છે. 

આઈપીએલની ૧૩મી સીઝન શરૂ થઈ ગઈ છે અને યુએઈના અબુ ધાબીમાં આજે પાંચમી મેચ રમાવાની છે. KKR – કોલકત્તા નાઈટ રાઈડર્સ અને MI – મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આ મેચ આજે રમાવાની છે. KKR ના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતી લીધો છે અને પહેલા બોલિંગ કરવાનો નિર્યણ કર્યો છે.




ઉલ્લેખનીય વાત એ છે કે ચાર વાર ચેમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સ અબુધાબીના આ મેદાન પર ક્યારય મેચ જીતી નથી, આ સીઝનમાં આ મેદાન પર પહેલી જ મેચ મુંબઈ હાર્યુ અને ૨૦૧૪માં આજે જેની સામે મેચ છે તે કોલકત્તાની ટીમે પણ અહીં મુંબઈ ઇન્ડિયનને હરાવ્યું હતુ. મુંબઈ ઇન્ડિયન્સ આ મેદાન પર પાંચ મેચ હાર્યુ છે અને આજે છઠ્ઠી મેચ છે. ટોસ હાર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્તન રોહિત શર્માએ કહ્યું કે ભુતકાળ તો ભુતકાળ છે તેનાથી આગળ વધવાનું છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.